હાલની પરિસ્થિતિમાં સામાન્ય હોય કે ખાસ દરેકને ઘરમાં બંધ રહેવાનો વારો આવ્યો છે. તેવામાં બોલિવૂડથી લઇને ટીવી સેલેબ્રિટી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઇ ગયા છે. દરેક પોતાના ફેન્સની વચ્ચે છવાઇ જવા માંગે છે. અને એકથી એક ખાસ પોસ્ટ તે શેર કરી રહ્યા છે. આ તમામની વચ્ચે જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને ટીવી સીરિયલોની ફેવરેટ વહૂ (Hina Khan) પોતાની બોલ્ડ Bikini Photos શેર કરી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થ્રો બેક બિકની ફોટો શેર કર્યા છે. જેમાં હિના ખાન એક ઓરેન્જ રંગની બિકનીમાં નજરે પડે છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અને સેશ્યુઅલ પોઝ આપતી જોવા મળે છે. હિનાએ આ બિકની સાથે વધુ એક ફોટો શેર કર્યો છે. જે કોઇ વેકાશન કે પહેલાના વખતનો છે. જો કે ફેન્સના આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.
ઉલ્લેખની છે કે આવું પહેલીવાર નથી કે હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકની લૂક શેર કર્યા હોય આ પહેલા પણ તે અનેક વાર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી નજરે પડે. હાલમાં લોકડાઉનમાં તેનો પોતું મારતો ફની વીડિયો પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. સોશિયલ મીડિયામાં લોકડાઉનના સમયમાં હિના ખાન તેના ફેન્સનું સારું એવું મનોરંજન કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે હિના ખાને પોતાના કેરિયરની શરૂઆત એક ટીવી શોથી કરી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં તેણે એક સંસ્કારી, સદાય સાડીમાં લીપટાયેલી વહુનો રોલ કર્યો હતો. અને લગભગ 8 વર્ષ સુધી તે આ રોલમાં જ લોકોના મનમાં ખાસ જગ્યા બનાવતી રહી. જો કે તે પછી તેણે આ શો છોડ્યો હતો.
અને આ શો છોડવાની સાથે જ તેણે પોતાની બોલ્ડ તસવીરોનો સિલસિલો પણ શરૂ કર્યું હતો. શરૂઆતમાં લોકોને તેના બોલ્ડ અવતારને જોઇને અચરજ અને સંકોચ થયો હતો. પણ હવે સમયની સાથે લોકો પણ તેના દરેક રૂપ રંગમાં તેને પસંદ કરી છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ પછી હિના ખાને રિયાલિટી શો બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો. જેના કારણે તેની લોકપ્રિયતામાં ભારે વધારો થયો હતો. વળી લોકોને તે ટીવીના રીલ નહીં રિયલમાં કેવી છે તે અંગે પણ આ શોથી ધણું જાણવા મળ્યું હતું.
હાલમાં જ હિના ખાને એક ફિલ્મ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તમામ સેલેબ્રિટી પોતાના ફેન્સને ખુશ કરવા માટે આ રીતના થ્રો બેક મૂકી રહ્યા છે. હિના પણ અન્ય સેલેબ્રિટીની જેમ જ પોતાના ઇન્સ્ટામાં પોતાની પર્સનલ લાઇફ વિષે અનેક વસ્તુઓ શેર કરે છે. જે તેના ફેન્સને પસંદ આવે છે.